✕

ભારતની રેકૉર્ડ ચેઝ છતાં હેડ કોચ ગૌતમ ગંભીર ગુવાહાટીની પિચ પર રોષ વ્યક્ત કરતાં કહે છે કે...

02 October, 2026 08:11 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ 9 વખત ૪૦૦ પ્લસ રન કરનારી ટીમ બની ભારત. સાઉથ આફ્રિકાનો આઠ વખતનો રેકૉર્ડ તોડ્યો.

ઇન્ટરવ્યુ દરમ્યાન કૉમેન્ટેટર પાર્થિવ પટેલને જવાબ આપતો હેડ કોચ ગૌતમ ગંભીર.

ગુવાહાટીમાં બુધવારે વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતે ૪૦૬ રન ચેઝ કરીને પહેલી વખત ૪૦૦ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. આ પહેલાં માત્ર સાઉથ આફ્રિકાએ ૨૦૦૬માં ઑસ્ટ્રેલિયા સામે હાઇએસ્ટ ૪૩૫ રન ચેઝ કરીને ૪૦૦ પ્લસના રનના ટાર્ગેટ છતાં જીત મેળવવામાં સફળતા મેળવી હતી.
આ ઐતિહાસિક રન-ચેઝ છતાં ભારતનો હેડ કોચ ગૌતમ ગંભીર ગુવાહાટીની પિચ વિશે કહે છે, ‘જો હું સંપૂર્ણપણે પ્રામાણિક છું તો મને લાગે છે કે બૅટ અને બૉલ વચ્ચે થોડી વધુ સ્પર્ધા હોવી જોઈએ. આ ક્રિકેટ નથી. અહીં ફક્ત બૅટિંગનું વર્ચસ્વ હતું. આવી પરિસ્થિતિ માત્ર રેકૉર્ડ્‍સ અને ભીડ માટે સારી છે. બોલરો પ્રત્યે પણ સહાનુભૂતિ રાખવી જોઈએ.’

વન-ડે મૅચમાં ફાસ્ટેસ્ટ ૩૦૦ અને ૪૦૦ રન કરનારી ટીમ બની ભારત 

બીજી વન-ડે મૅચમાં ભારતે ૨૯.૧ ઓવરમાં ૩૦૦ રન કર્યા હતા. અગાઉ સાઉથ આફ્રિકાએ ૨૦૦૬માં ઑસ્ટ્રેલિયા સામે ૩૨.૨ ઓવરમાં ૩૦૦ રન કર્યા હતા. ભારતે ૪૩ ઓવરમાં ૪૦૦ રન પૂરા કરીને ઑસ્ટ્રેલિયાના ૨૦૧૮ના ઇંગ્લૅન્ડ સામેના ફાસ્ટેસ્ટ રેકૉર્ડની બરાબરી કરી હતી. 

વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ 9 વખત ૪૦૦ પ્લસ રન કરનારી ટીમ બની ભારત. સાઉથ આફ્રિકાનો આઠ વખતનો રેકૉર્ડ તોડ્યો.

પહેલી વખત એક વન-ડે ઇન્ટરનૅશનલમાં પાંચ સદી

ગુવાહાટીમાં વેસ્ટ ઇન્ડીઝના ત્રણ અને ભારતના બે બૅટર્સે સદી ફટકારી હતી. એક વન-ડે ઇન્ટરનૅશનલમાં પહેલી વખત એકસાથે પાંચ સેન્ચુરી થઈ હતી. ૫૦-૫૦ ઓવરના ફૉર્મેટમાં લિસ્ટ A ક્રિકેટમાં આવી એક માત્ર ઘટના ૨૦૨૫-’૨૬ની વિજય હઝારે ટ્રોફીની બરોડા અને હૈદરાબાદની મૅચ દરમ્યાન બની હતી. 

એક હરીફ સામે સૌથી વધુ સતત વન-ડે સિરીઝ જીતનારી ટીમો 

વેસ્ટ ઇન્ડીઝ સામે ભારત : ૧૪
ઝિમ્બાબ્વે સામે પાકિસ્તાન : ૧૨
વેસ્ટ ઇન્ડીઝ સામે પાકિસ્તાન : ૧૦
શ્રીલંકા સામે ભારત : ૧૦ 
ઝિમ્બાબ્વે સામે સાઉથ આફ્રિકા : ૯ 

વન-ડે મૅચમાં સર્વાધિક કુલ રન

૨૦૦૬માં ઑસ્ટ્રેલિયા (૪૩૪) vs સાઉથ આફ્રિકા (૪૩૮ ): ૮૭૨ રન 
૨૦૦૯માં ભારત (૪૧૪) vs શ્રીલંકા (૪૧૧) : ૮૨૫ રન
૨૦૨૬માં વેસ્ટ ઇન્ડીઝ (૪૦૫) vs ભારત (૪૦૬) : ૮૧૧ રન
૨૦૧૯માં ઇંગ્લૅન્ડ (૪૧૯) vs વેસ્ટ ઇન્ડીઝ (૩૮૯) : ૮૦૭ રન 
૨૦૨૩માં ઑસ્ટ્રેલિયા (૩૮૮) vs ન્યુ ઝીલૅન્ડ (૩૮૩) : ૭૭૧ રન

cricket news sports news sports rohit sharma indian cricket team