11 March, 2025 02:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા (ફાઈલ તસવીર)
ચૅમ્પિયન્સ ટ્રોફી 2025માં પ્લેયર્સના પ્રદર્શનના આધારે ICCએ ટીમ ઑફ ધ ટુર્નામેન્ટ જાહેર કરી છે જેમાં ૧૨માંથી ૬ પ્લેયર્સ ટીમ ઇન્ડિયાના છે. જોકે આ ટીમમાં ભારતીય કૅપ્ટન રોહિત શર્માને સ્થાન નથી મળ્યું. આ ટીમમાં ન્યુ ઝીલૅન્ડ, અફઘાનિસ્તાન અને ભારતના પ્લેયર્સ જ સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે. એક ચૅમ્પિયન્સ ટ્રોફી સીઝનમાં કૅપ્ટન તરીકે સૌથી વધુ નવ વિકેટ લેવાનો રેકૉર્ડ બનાવનાર કિવી ટીમના કૅપ્ટન મિચલ સૅન્ટનરને આ ટીમનો કૅપ્ટન બનવવામાં આવ્યો છે.
ICC ચૅમ્પિયન્સ ટ્રોફી 2025ની ICC ટીમ : રચિન રવીન્દ્ર (ન્યુ ઝીલૅન્ડ), ઇબ્રાહિમ ઝાદરાન (અફઘાનિસ્તાન), વિરાટ કોહલી (ભારત), શ્રેયસ ઐયર (ભારત), કે. એલ. રાહુલ (વિકેટકીપર) (ભારત), ગ્લેન ફિલિપ્સ (ન્યુ ઝીલૅન્ડ), અઝમતુલ્લાહ ઓમરઝાઈ (અફઘાનિસ્તાન), મિચેલ સૅન્ટનર (કૅપ્ટન) (ન્યુ ઝીલૅન્ડ), મોહમ્મદ શમી (ભારત), મૅટ હેન્રી (ન્યુ ઝીલૅન્ડ), વરુણ ચક્રવર્તી (ભારત), અક્ષર પટેલ (૧૨મો પ્લેયર) (ભારત).