10 October, 2026 05:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચીનમાં ક્રિકેટને લોકપ્રિય બનાવવામાં ICC સેન્ટર ઑફ એક્સલન્સ સ્થાપવામાં મદદ કરશે
ઑલિમ્પિક્સમાં ક્રિકેટનો સમાવેશ થયો ત્યારથી ચીનમાં આ રમત પ્રત્યેનો રસ વધ્યો છે. ત્યાં આ રમતની વધતી જતી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દેશમાં આ રમતને પ્રોત્સાહન આપવા માટે પગલાં લેવાની યોજના ધરાવે છે. હાલમાં ચીનના બાવીસ પ્રાંતોમાંથી નવમાં ક્રિકેટ રમાય છે. ICCના CEO સંજોગ ગુપ્તા કહે છે, ‘અમે ચીનમાં ટિયર ટૂ સ્પર્ધાઓના આયોજનમાં સમર્થન આપીશું અને દેશમાં સેન્ટર ઑફ એક્સલન્સ સ્થાપવામાં મદદ કરીશું. ૨૦૨૮ની ઑલિમ્પિક્સ ગેમ્સમાં ક્રિકેટની વાપસી સાથે જે દેશોએ અગાઉ આ રમત તરફ ધ્યાન આપ્યું ન હતું તેઓ પણ હવે એમાં જોડાવા માટે ઉત્સુક છે.’