રોહિતને વાઇટ-બૉલ કૅપ્ટન બનાવવાનો નિર્ણય એકદમ યોગ્ય : દિલીપ વેન્ગસરકર

11 December, 2021 05:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વેન્ગસરકરે એક મુલાકાતમાં કહ્યું

દિલીપ વેન્ગસરકર

વિરાટ કોહલીએ ટેસ્ટ-ટીમનું સુકાન પોતાની પાસે જાળવી રાખ્યું, પરંતુ ટી-૨૦ની કૅપ્ટન્સી તાજેતરના વર્લ્ડ કપ બાદ છોડી દીધા પછી તેની પાસેથી વન-ડેનું સુકાન પણ લઈ લેવામાં આવતાં તેમ જ રોહિત શર્માને મર્યાદિત ઓવરોની ક્રિકેટ (વાઇટ-બૉલથી રમાતી મૅચો) માટેની ટીમનો કૅપ્ટન નીમવામાં આવ્યો એ મુદ્દે કેટલાક મતમતાંતર પ્રવર્તે છે. જોકે મુંબઈકર અને ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન દિલીપ વેન્ગસરકરનું માનવું છે કે રોહિતને ટી૨૦ પછી વન-ડેનો પણ કૅપ્ટન બનાવવાનો બીસીસીઆઇનો નિર્ણય યોગ્ય છે.
રોહિત શર્મા મુંબઈ ઇન્ડિયન્સને આઇપીએલમાં વિક્રમજનક પાંચ ટાઇટલ અપાવી ચૂક્યો છે.
વેન્ગસરકરે એક મુલાકાતમાં કહ્યું કે ‘રોહિત ઘણા સમયથી સારું રમી રહ્યો છે અને મને લાગે છે કે તે પોતાને સુકાન સોંપવામાં આવે એની રાહ જ જોઈ રહ્યો હતો. તેને અગાઉ કામચલાઉ રીતે જ્યારે પણ ભારતનું સુકાન સોંપાયેલું ત્યારે એ મૅચમાં તે સારું રમ્યો હતો. હવે કોહલી ટેસ્ટ-ક્રિકેટ પર અને રોહિત વાઇટ-બૉલ ક્રિકેટ પર વધુ સારી એકાગ્રતા રાખી શકશે.’

sports sports news cricket news dilip vengsarkar