તૂટેલા ફોનથી સેલ્ફી લેનાર ક્રિકેટ-ફૅનને નવો સ્માર્ટફોન ગિફ્ટ કર્યો સંજુ સૅમસને

10 April, 2026 03:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એ જોઈને સંજુએ પોતાની કારની ડિકીમાંથી નવો સ્માર્ટફોન કાઢીને પોતાના આ ફૅનને ગિફ્ટ કર્યો હતો. આ ફોનની કિંમત ૩૦,૦૦૦ રૂપિયા છે.

તૂટેલા ફોનથી સેલ્ફી લેનાર ક્રિકેટ-ફૅનને નવો સ્માર્ટફોન ગિફ્ટ કર્યો સંજુ સૅમસને

ચેન્નઈ સુપર કિંગ્સના વિકેટકીપર-બૅટર સંજુ સૅમસને પોતાની કેરલમ-વિઝિટ દરમ્યાન એવું કામ કર્યું જેની આજે ક્રિકેટજગતમાં ચર્ચા થઈ રહી છે. પલક્કડ વિસ્તારના મુંદુર-થુઠા રોડ પર સંજુ સૅમસન પોતાની કારમાં એક વિડિયો-કૉલ પર વાત કરી રહ્યો હતો ત્યારે નજીકના મેદાન પર ક્રિકેટ રમવા જઈ રહેલા શબરીશ નામના કેબલ-ટેક્નિશ્યને સંજુને સેલ્ફી માટે રિક્વેસ્ટ કરી હતી. શબરીશે પોતાના ફોનથી સેલ્ફી લીધો પણ તેના ફોનની સ્ક્રીન તૂટી ગ‍યેલી દેખાઈ હતી. એ જોઈને સંજુએ પોતાની કારની ડિકીમાંથી નવો સ્માર્ટફોન કાઢીને પોતાના આ ફૅનને ગિફ્ટ કર્યો હતો. આ ફોનની કિંમત ૩૦,૦૦૦ રૂપિયા છે.

sanju samson chennai super kings IPL 2026 cricket news sports news sports