પ્લેઑફમાં ચેન્નઈ, મુંબઈ અને કલકત્તાએ જીતી છે સૌથી વધુ મૅચ

26 May, 2026 12:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

IPLમાં સૌથી વધુ ટ્રોફી જીતનાર ટીમો ચેન્નઈ સુપર કિંગ્સ (પાંચ), મુંબઈ ઇન્ડિયન્સ (પાંચ), કોલકાતા નાઇટ રાઇડર્સ (ત્રણ) સૌથી વધુ પ્લેઑફ મૅચ જીતી છે. ચેન્નઈને ૨૬ મૅચમાંથી ૧૭ જીત અને ૯ હાર મળી છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

IPLમાં સૌથી વધુ ટ્રોફી જીતનાર ટીમો ચેન્નઈ સુપર કિંગ્સ (પાંચ), મુંબઈ ઇન્ડિયન્સ (પાંચ), કોલકાતા નાઇટ રાઇડર્સ (ત્રણ) સૌથી વધુ પ્લેઑફ મૅચ જીતી છે. ચેન્નઈને ૨૬ મૅચમાંથી ૧૭ જીત અને ૯ હાર મળી છે. મુંબઈને બાવીસ મૅચમાંથી ૧૪ જીત અને ૮ હાર મળી છે. કલકત્તાને ૧૫ મૅચમાંથી ૧૦ જીત અને પાંચ હાર મળી છે.

આ લિસ્ટમાં ચોથાથી સાતમા ક્રમે અનુક્રમે બૅન્ગલોર, હૈદરાબાદ, રાજસ્થાન અને ગુજરાત જેવી વર્તમાન સીઝનની ટૉપ-ફૉર ટીમો સામેલ છે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુને ૧૭ મૅચમાંથી ૭ જીત અને ૧૦ હાર મળી છે. સનરાઇઝર્સ હૈદરાબાદને ૧૪ મૅચમાંથી ૬ જીત અને ૮ હાર મળી છે. રાજસ્થાન રૉયલ્સને ૧૧ મૅચમાથી પાંચ જીત અને ૬ હાર મળી છે. ગુજરાત ટાઇટન્સને ૬ મૅચમાંથી ૩ જીત અને ૩ હાર મળી છે. 

chennai super kings mumbai indians IPL 2026 cricket news sports news