વન-ડે ક્રિકેટમાં સુપર ઓવર જીતનારી ચોથી ટીમ બની કૅનેડા

11 March, 2025 02:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્રિકેટ વર્લ્ડ કપ લીગ-ટૂમાં હાલમાં વન-ડે ક્રિકેટ ઇતિહાસની ચોથી સુપર ઓવર રમાઈ હતી. વરસાદથી પ્રભાવિત આ ૩૯-૩૯ ઓવરની મૅચમાં ૧૭૫ રનના ટાર્ગેટ સામે ૧૭૪ રન બનાવીને નામિબિયાએ મૅચ ટાઇ કરી હતી.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : મિડ-ડે

ક્રિકેટ વર્લ્ડ કપ લીગ-ટૂમાં હાલમાં વન-ડે ક્રિકેટ ઇતિહાસની ચોથી સુપર ઓવર રમાઈ હતી. વરસાદથી પ્રભાવિત આ ૩૯-૩૯ ઓવરની મૅચમાં ૧૭૫ રનના ટાર્ગેટ સામે ૧૭૪ રન બનાવીને નામિબિયાએ મૅચ ટાઇ કરી હતી. પૉઇન્ટ મેળવવા માટેની આ મહત્ત્વપૂર્ણ મૅચના પરિણામ માટે સુપર ઓવરનો સહારો લેવામાં આવ્યો હતો જેમાં કૅનેડાનો સ્કોર ૭/૦ની સામે નામિબિયા ૩/૨નો સ્કોર કરીને હારી ગઈ હતી. કૅનેડા વન-ડે ઇન્ટરનૅશનલમાં સુપર ઓવર જીતનારી ઇંગ્લૅન્ડ (૨૦૧૯), ઝિમ્બાબ્વે (૨૦૨૦) અને નેધરલૅન્ડ્સ (૨૦૨૩) બાદ ચોથી ટીમ બની છે. 

cricket news sports news sports canada zimbabwe