આતંકવાદીઓના ગઢ પાકિસ્તાનમાં યુદ્ધ સમાપ્ત થવાની ખુશીમાં મૅચ પહેલાં ઉડાડવામાં આવ્યું સફેદ કબૂતર

10 April, 2026 04:08 PM IST  |  Pakistan | Gujarati Mid-day Correspondent

આ દેશની જનતા પણ સમયાંતરે આતંકવાદી ઘટનાઓનો ભાગ બનતી રહે છે.

આતંકવાદીઓના ગઢ પાકિસ્તાનમાં યુદ્ધ સમાપ્ત થવાની ખુશીમાં મૅચ પહેલાં ઉડાડવામાં આવ્યું સફેદ કબૂતર

પાકિસ્તાન સુપર લીગ (PSL)માં હાલમાં હૈદરાબાદ કિંગ્સમૅન અને પેશાવર ઝાલ્મીની મૅચ પહેલાંનો એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે. અમેરિકા-ઇઝરાયલનો ઈરાન સાથેના યુદ્ધનો અંત થતાં પાકિસ્તાની ટુર્નામેન્ટમાં પ્રતીકાત્મક શાંતિ-સંકેત તરીકે મેદાનમાં સફેદ કબૂતર ઉડાડવામાં આવ્યું હતું. પેશાવર ટીમના કૅપ્ટન બાબર આઝમ અને હૈદરાબાદ ટીમના કૅપ્ટન માર્નસ લબુશેન પણ આ દરમ્યાન મેદાન પર હાજર હતા. આ ઘટનાને સોશ્યલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે, કારણ કે પાકિસ્તાન પોતે જ આતંકવાદીઓનો સૌથી મોટો ગઢ છે. આ દેશની જનતા પણ સમયાંતરે આતંકવાદી ઘટનાઓનો ભાગ બનતી રહે છે.

વિરાટ સાથે સરખામણી કરીને આબરૂના ધજાગરા કરનાર રિપોર્ટર પર અકળાયો પાકિસ્તાનનો બાબર

પાકિસ્તાન સુપર લીગ (PSL)ની એક પ્રેસ-કૉન્ફરન્સમાં બાબર આઝમ ગુસ્સામાં જોવા મળ્યો હતો. એક રિપોર્ટરે તેને પૂછ્યું હતું કે ‘તારી બૅટિંગ અને રમતની શૈલી વિરાટ કોહલી જેવી જ છે. કોહલી મૅચ ફિનિશ કરવા સુધી મેદાન પર ટકી રહે છે, પણ તું એ રીતે મૅચ ફિનિશ નથી કરી શકતો.’ આ સવાલનો જવાબ આપતાં બાબર આઝમ રિપોર્ટર પણ અકળાયો હતો. બાબર આઝમે કહ્યું હતું કે ‘તુલના કરવાનું બંધ કરો અને આગળ વધો. તમારી ગેરસમજ છે કે હું મૅચ ફિનિશ નથી કરતો, મેં ઘણી મૅચ ફિનિશ કરી છે.’ 

pakistan babar azam cricket news sports news sports virat kohli