12 September, 2024 10:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઑસ્ટ્રેલિયન ટીમ
હજારો કિલોમીટરની યાત્રા કરીને સ્કૉટલૅન્ડ પહોંચેલી ઑસ્ટ્રેલિયન ટીમે T20 સિરીઝ યજમાન ટીમ માટે ૩-૦થી ક્લીન સ્વીપ કરી હતી, પણ એના બદલામાં તેમને ટ્રોફીના નામ પર વાટકો મળ્યો છે જેને સોશ્યલ મીડિયા પર લોકો આઇસક્રીમ કપ તરીકે મજાક બનાવી રહ્યા છે. જોકે Quaich નામે ઓળખાતા વાસણનું ખાસ મહત્ત્વ છે. વ્હિસ્કી એ સ્કૉટલૅન્ડનું રાષ્ટ્રીય પીણું છે, વ્હિસ્કીને સ્કૉટલૅન્ડના આ જ ટ્રેડિશનલ વાટકામાં પીવામાં આવે છે. આ સ્કૉટિશ પરંપરાને અનુસરીને ઑસ્ટ્રેલિયન ટીમે પણ બાઉલ સાથે ગ્રુપ ફોટો માટે પોઝ આપ્યો હતો.