30 April, 2026 02:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અર્શદીપ સિંહ
મંગળવારે પંજાબનો નંબર વન બોલર અર્શદીપ સિંહ ચાર ઓવરમાં ૬૮ રન આપીને સૌથી મોંઘો સાબિત થયો હતો. વૈભવ સૂર્યવંશી સામે અર્શદીપે પહેલા બે બૉલ ડૉટ નાખ્યા હતા, પણ ત્યાર બાદ તેની બરાબરની ધુલાઈ થઈ હતી અને એ પછીના ચાર બૉલે બે સિક્સ અને બે ફોર તેણે ફટકારી હતી. જોકે ત્યાર બાદ તેણે સૂર્યવંશીને આઉટ કરી દીધો હતો.
મૅચ બાદ સોશ્યલ મીડિયામાં યશસ્વી જાયસવાલ સાથેની વાતચીતનો વિડિયો વાઇરલ થયો હતો જેમાં અર્શદીપ કહી રહ્યો હતો કે વૈભવ મેદાન બહાર તો પ્રેમથી ભાઈ, ભાઈ કહેતો હોય છે પણ મેદાનમાં ૩૫ રન ફટકારીને હાલત ખરાબ કરી નાખે છે.