04 April, 2026 05:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અભિષેક શર્મા
કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામેની મૅચ બાદ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના વાઇસ-કૅપ્ટન અભિષેક શર્માને મોટો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેણે મેદાન પર અપમાનજનક ભાષાનો ઉપયોગ કરીને IPLની કલમ ૨.૩નું ઉલ્લંઘન કર્યું હતું. અભિષેક શર્માએ એ મૅચમાં ૪ ફોર અને ૪ સિક્સરની મદદથી ૨૧ બૉલમાં ૪૮ રનની ઇનિંગ્સ રમી હતી. કૅચઆઉટ થયા બાદ નિરાશા વ્યક્ત કરતા સમયે તેણે શિસ્તભંગ કરતું વર્તન કર્યું હતું. તેને મૅચ-ફીના પચીસ ટકાનો દંડ ફટકારીને એક ડીમેરિટ પૉઇન્ટ પણ આપવામાં આવ્યો છે.
100
આટલી સિક્સર સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ફટકારનાર પહેલો ભારતીય બન્યો અભિષેક શર્મા. ડેવિડ વૉર્નરે ટોટલ ૧૪૩ સિક્સર ફટકારી હતી.