જો ધોની ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે રમશે તો તેને માટે હવે નિવૃત્તિ લેવાનો સમય આવી ગયો છે : આકાશ ચોપડા

25 March, 2026 08:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

IPL 2026 પહેલાં કૉમેન્ટેટર આકાશ ચોપડાએ મોટું નિવેદન આપ્યું છે. જિયોહૉટસ્ટાર પર ચર્ચા દરમ્યાન તેણે કહ્યું હતું કે ‘ફરીથી એમ. એસ. ધોનીની ફિટનેસ અને તેના ઘૂંટણ સંદર્ભે ચિંતા ઊભી થઈ શકે છે.

જો ધોની ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે રમશે તો તેને માટે હવે નિવૃત્તિ લેવાનો સમય આવી ગયો છે : આકાશ ચોપડા

IPL 2026 પહેલાં કૉમેન્ટેટર આકાશ ચોપડાએ મોટું નિવેદન આપ્યું છે. જિયોહૉટસ્ટાર પર ચર્ચા દરમ્યાન તેણે કહ્યું હતું કે ‘ફરીથી એમ. એસ. ધોનીની ફિટનેસ અને તેના ઘૂંટણ સંદર્ભે ચિંતા ઊભી થઈ શકે છે. જો ઇમ્પૅક્ટ પ્લેયરના નિયમ હેઠળ એક જ ઇનિંગ્સ મેદાન પર રમી રહ્યો હશે તો મને લાગે છે કે તેને માટે નિવૃત્તિ લેવાનો સમય આવી ગયો છે.’ 
યુથ ક્રિકેટમાં ધોની સાથે રૂમ શૅર કરી ચૂકેલા આકાશ ચોપડાએ વધુમાં કહ્યું હતું કે ‘ધોની શ્રેષ્ઠ રણનીતિકાર છે અને નેતૃત્વની વાત આવે ત્યારે રમતના સૌથી સફળ ક્રિકેટરોમાંનો એક છે. તેના જેવા તેજસ્વી મગજે મેદાન પર રહેવું જરૂરી છે. જોકે મને લાગે છે કે આ તેની છેલ્લી સીઝન હોઈ શકે છે. સંજુ સૅમસન જેવા વિકેટકીપર-બૅટર આ ટીમમાં તેના વારસદાર બની શકે છે.’ 

IPL 2026 ms dhoni mahendra singh dhoni indian premier league chennai super kings cricket news sports news sports