જાડી બિલાડીએ શરૂ કર્યું ડાયટિંગ

03 May, 2023 12:05 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

આ મહિનાની શરૂઆતમાં વર્જિનિયાના રિચમન્ડના ઍનિમલ શેલ્ટરમાંથી આ ૪૦ પાઉન્ડ (અંદાજે ૧૮ કિલો) વજનની પેચીસ નામની બિલાડીને રેસ્ક્યુ કરવામાં આવી હતી.

વિશ્વની સૌથી જાડી બિલાડી પેચીસ

વિશ્વની સૌથી જાડી બિલાડી તરીકે જે ઓળખાય છે એ બિલાડીએ નવા માલિકના ઘરે ડાયટ શરૂ કર્યું છે. આ મહિનાની શરૂઆતમાં વર્જિનિયાના રિચમન્ડના ઍનિમલ શેલ્ટરમાંથી આ ૪૦ પાઉન્ડ (અંદાજે ૧૮ કિલો) વજનની પેચીસ નામની બિલાડીને રેસ્ક્યુ કરવામાં આવી હતી. કૅટ-લવર કે. ફૉર્ડના ઘરે શરૂ કરવામાં આવેલા નવા ડાયટને કારણે એના વજનમાં બે પાઉન્ડનો ઘટાડો થયો છે. નવા માલિકે જણાવ્યા પ્રમાણે જૂનો માલિક એનું ધ્યાન રાખતો નહોતો અને એને બિલાડીના ખોરાકને બદલે માણસ ખાતા હતા એ ખોરાક આપતો હતો. પશુ ચિકિત્સકના મતે આ પ્રજાતિની બિલાડીઓનું સરેરાશ વજન ૧૦ પાઉન્ડ (અંદાજે ૪.૫ કિલો) જેટલું હોય છે. પેચીસ ખાઉધરી નથી, પરંતુ એને અમુક ખોરાક જ ભાવે છે. સૌથી જાડી બિલાડીનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ ૧૯૮૬માં ૧૦ વર્ષની હિમીના નામે હતો. એ બિલાડીનું વજન ૪૬.૦૭ પાઉન્ડ (અંદાજે ૨૦.૮ કિલો) હતું. જોકે એ જ વર્ષે એ મરી ગઈ હતી. ૧૯૯૮માં ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે બિલાડીના વજનના આ રેકૉર્ડની નોંધણી બંધ કરી હતી, કારણ કે રેકૉર્ડ માટે માલિકો બિલાડીને વધુ ફૂડ ખવડાવતા હતા.

offbeat news international news guinness book of world records overweight