01 May, 2026 01:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
કહેવાય છે કે આવશ્યકતા આવિષ્કારની જનની છે. જોકે એની સાથે એ વાત પણ એટલી જ સાચી છે કે અછત પણ અવનવા જુગાડની જનની છે. સોશ્યલ મીડિયા પર એક પરિવારની તસવીરો વાઇરલ થઈ છે જેમાં બે દીકરાઓ પિતાના જન્મદિવસની ઉજવણી માટે ઘરને સજાવવા માટે પ્લાસ્ટિકની બૅગોનો ઉપયોગ કરે છે. સામાન્ય રીતે સંતાનોના જન્મદિવસની ઉજવણીમાં રંગબેરંગી ફુગ્ગા ફુલાવીને સજાવવામાં આવે છે, પણ જ્યારે પિતા પાસે પૈસાની તંગી હોય ત્યારે શું? આ દીકરાઓએ પોતાની ત્રેવડમાં હતું એ મુજબની પોતાની ઝૂંપડી સજાવીને પિતાના જન્મદિવસને ઊજવ્યો હતો. ભલે એ કોઈકના માટે એ મામૂલી અથવા તો ‘નૉટ સો ગ્રેટ’ સજાવટ હોય, પણ સંતાનોએ ફુગ્ગા વિના પપ્પાને ખુશ કરવાની જે કોશિશ કરી છે એમાં તેમનો પ્રેમ છલકે છે.