21 May, 2024 10:44 AM IST | Frankfort | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
અમેરિકાના કેન્ટકીમાં લુઇવિલ બ્રિજ પર કારની ટક્કર લાગતાં એક ટ્રક બેકાબૂ બની જતાં પુલ તોડીને બહાર નીકળી ગઈ હતી અને નદીની ઉપર ઝૂલવા માંડી હતી. માર્ચમાં થયેલો આ ઍક્સિડન્ટ ટ્રકના ડૅશ કૅમમાં કેદ થઈ ગયો હતો, જેનાં ફુટેજ તાજેતરમાં સોશ્યલ મીડિયા પર વાઇરલ થયાં હતાં. મહિલા ડ્રાઇવરે પૂરઝડપે જતી ટ્રકના સ્ટિયરિંગ પરથી કન્ટ્રોલ ગુમાવ્યા બાદ અકસ્માત થયો હતો. એ મહિલાનું નસીબ સારું કે ટ્રક નદીમાં ન પડી, પણ જીવ બચાવવા તે એક કલાક સુધી હવામાં લટકેલી રહી હતી. એ માટે મોટું રેસ્ક્યુ મિશન હાથ ધરવામાં આવ્યું હતું.