19 April, 2023 12:50 PM IST | Beijing | Gujarati Mid-day Correspondent
બ્રિજ પર ટાઉનશિપ
ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કા પણ આનંદ મહિન્દ્રની જેમ જ સોશ્યલ મીડિયા પર ઍક્ટિવ રહે છે તથા તેમના ફૉલોઅર્સ માટે અવારનવાર ઉત્સાહવર્ધક અને મનોરંજક પોસ્ટ અપલોડ કરતાં રહે છે. આ વખતે તેમણે ચીનના ચોંગકિંગમાં એક બ્રિજ પર બંધાયેલી રંગબેરંગી ટાઉનશિપનો વિડિયો અપલોડ કર્યો છે, જેની કૅપ્શનમાં લખ્યું છે કે અહીં રહેવાની કલ્પના કરી જુઓ.
વિડિયોમાં નદી પર બંધાયેલા બ્રિજ પર રંગબેરંગી ઇમારતો બાંધવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ ચોંગકિંગના ૪૦૦ મીટર લાંબા આ બ્રિજ પરની લિનશી ટાઉનશિપમાં ચીની તેમ જ પશ્ચિમી ઢબનાં મકાનો બાંધવામાં આવ્યાં છે, જે ટૂરિસ્ટોને અનોખો અનુભવ કરાવે છે.
આ પણ વાંચો : સીટ ન મળતાં આ ભાઈ મેટ્રોમાં પોતાનો સોફા લઈને જાય છે
આ વિડિયો પર પ્રતિક્રિયા આપતાં એક યુઝરે લખ્યું છે કે આ એક ઍડ્વેન્ચર છે તો બીજાએ કહ્યું છે કે જોવામાં ઘણું સારું લાગે છે પરંતુ વાસ્તવમાં અહીં રહેવું ઘણું મુશ્કેલ છે. તો વળી અન્ય એક યુઝરે લખ્યું કે આ પ્રકૃતિથી વિપરીત છે. લોકો બ્રિજ પરથી કચરો ફેંકીને નદીને ગંદી કરી દેશે. જોકે કેટલાકે એક જ સ્થળેથી સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈ શકાશે એ વાતની સરાહના કરી છે. જોકે અહીં રહેનારા માટે સુરક્ષાનો મુદ્દો પણ મુખ્ય બની રહે છે.