12 December, 2024 02:55 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પનું ટ્વીટ
જાન્યુઆરીમાં અમેરિકાના પ્રેસિડન્ટપદે બિરાજમાન થનારા ડોનલ્ડ ટ્રમ્પ પરફ્યુમ પણ વેચે છે. ટ્રમ્પે હાલમાં નવું જે પરફ્યુમ લૉન્ચ કર્યું છે એનું નામ ‘Fight, Fight, Fight’ રાખ્યું છે. આ પરફ્યુમની જાહેરાત કરવા ટ્રમ્પે ગજબનો તુક્કો અજમાવ્યો છે. ટ્રમ્પની પોતાની ટ્રુથસોશ્યલ નામની ઍપ છે. આ ઍપ પર પરફ્યુમના લૉન્ચની જાહેરાત કરવા ટ્રમ્પે અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડનનાં પત્ની જિલ સાથેનો પોતાનો ફોટો વાપર્યો છે અને એની સાથે લખ્યું છે એવી સુગંધ જે તમારા દુશ્મનોને પણ આકર્ષે. અમેરિકાના પ્રેસિડન્ટપદે પોતે પાછા ફર્યા અને હત્યાના અનેક પ્રયાસોમાં આબાદ
બચી ગયા એ સંદર્ભે ટ્રમ્પે પરફ્યુમનું નામ ‘Fight, Fight, Fight’ રાખ્યું છે અને એને વિજયની મીઠી ખુશ્બૂ ગણાવ્યું છે. ટ્રમ્પ કહે છે કે આ પરફ્યુમનું નામ ‘Fight, Fight, Fight’ રાખવાનું કારણ એ છે કે એ જીતનું પ્રતિનિધિત્વ કરે છે. આ પરફ્યુમની કિંમત ૧૯૯ ડૉલર એટલે કે ઑલમોસ્ટ ૧૭,૦૦૦ રૂપિયા છે.