09 November, 2022 11:35 AM IST | Berlin | Gujarati Mid-day Correspondent
જર્મનીમાં રહેતી કૅરોલા વિડરમૅનું ટટ્ટુ પુમકેલ
જર્મનીમાં રહેતી કૅરોલા વિડરમૅનું ટટ્ટુ પુમકેલ દુનિયાના સૌથી નાના ટટ્ટુનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ તોડવાનો છે. સ્કૉટિશ શેટલૅન્ડ પ્રજાતિનો આ ટટ્ટુ ત્રણ વર્ષનું છે અને એ પશ્ચિમ જર્મનીમાં રહે છે. એની ઊંચાઈ ૨૦ ઇંચ છે. અત્યારે દુનિયાના સૌથી નાના ટટ્ટુનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ ધરાવતો બૉમ્બેલ પુમકેલ કરતાં બે ઇંચ વધારે ઊંચો છે. જોકે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સના અધિકારીઓએ વિડરમૅનને એક ઈ-મેઇલમાં જણાવ્યું હતું કે ચાર વર્ષથી ઓછી ઉંમરના ટટ્ટુઓના નામે રેકૉર્ડ ન નોંધાઈ શકે એટલે વિડરમૅન આવતા વર્ષે પુમકેલના નામે રેકૉર્ડ નોંધાવવાની કોશિશ કરશે.