એકસાથે ૧૦૦૦ યુવતીઓએ મરિયમ્મન જગદમ્બાની નૃત્યમય ભક્તિ રજૂ કરી

26 November, 2023 12:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેમની પ્રાદેશિક માતાની પ્રતિષ્ઠા અને સન્માનમાં એકસાથે ૧૦૦૦ યુવાઓએ ભેગી મળીને સંસ્કૃતિની ઝલક પ્રદર્શિત કરતાં સમયાપુરમ તિરુચિરાપલ્લીનું નામ અંકિત કરી નાખ્યું હતું.

એકસાથે ૧૦૦૦ યુવતીઓએ મરિયમ્મન જગદમ્બાની નૃત્યમય ભક્તિ રજૂ કરી

વિવિધતામાં એકતા ધરાવતા ભારતવર્ષમાં તમામ રાજ્યોના પોતાના નૃત્ય અને કળાના ​અલગ-અલગ સાંસ્કૃતિક વારસા છે ત્યારે તામિલનાડુના તિરુચિરાપલ્લીના સમયાપુરમ શહેરમાં સાઉથ ઇન્ડિયન કલ્ચરની એક ખૂબ જ પરંપરાગત સાંસ્કૃતિક વારસાની ઝાંકી જોવા મળી હતી, જ્યારે દેશવાસીઓને એકસાથે ૧૦૦૦ દીકરીઓના નૃત્યના સાક્ષી બનવાનો મોકો મળ્યો હતો. એમાં ખૂબ જ પરંપરાગત પોશાકમાં આ યુવતીઓએ મા મરિયમ્મન જગદમ્બાનું પોતાના નૃત્ય વડે સન્માન કર્યું હતું. તેમના ગ્રેસફુલ મૂવમેન્ટ સાથે યાદગાર તાલબદ્ધતા એક ખૂબ જ દૈવી અને સાંસ્કૃતિક ગર્વનો અનુભવ કરાવતી હતી. દીકરીઓ ઢોલના તાલે એક-એક સ્ટેપ્સમાં આવતું સામ્ય એક સંયુક્ત 
શ​ક્તિ સાથે પરંપરાનો વારસો દર્શાવતી હતી. તેમની પ્રાદેશિક માતાની પ્રતિષ્ઠા અને સન્માનમાં એકસાથે ૧૦૦૦ યુવાઓએ ભેગી મળીને સંસ્કૃતિની ઝલક પ્રદર્શિત કરતાં સમયાપુરમ તિરુચિરાપલ્લીનું નામ અંકિત કરી નાખ્યું હતું. શીતલ ચોપડા નામના એક્સ અકાઉન્ટ પર આ વિડિયો શૅર કરવામાં આવ્યો હતો, જેમાં કૅપ્શન હતી, ‘સમયાપુર ​તિરુચિરાપલ્લીની ૧૦૦૦ દીકરીઓએ ભેગી મળીને મા મરિયમ્મન જગદમ્બાની પૂજા કરવા પરંપરાગત નૃત્ય થકી દુનિયાનો માસ્ટરપીસ રજૂ કર્યો. જય માતા દી.’

national news offbeat news tamil nadu