આ મ્યુઝિયમમાં એક્સ-લવર્સની યાદોનો સંગ્રહ છે

28 December, 2022 12:19 PM IST  |  Zagreb | Gujarati Mid-day Correspondent

આ મ્યુઝિયમમાં મોટા ભાગે લવર્સ દ્વારા એકબીજાને આપવામાં આવતી ટેડી બેઅર્સ જેવી ક્લાસિક ગિફ્ટ્સ છે.

આ મ્યુઝિયમમાં એક્સ-લવર્સની યાદોનો સંગ્રહ છે

ક્રોએશિયાની રાજધાની ઝગ્રેબમાં એક ખાસ પ્રકારનું મ્યુઝિયમ છે, જ્યાં કોઈક કારણસર દિલ તૂટ્યું હોય એવા ભૂતપૂર્વ લવર્સની ખાસ વસ્તુઓ રાખવામાં આવી છે. આ મ્યુઝિયમમાં પગ મૂકતાં જ એક બ્યુટિફુલ વેડિંગ ડ્રેસ જોવા મળે છે. જેની સ્ટોરીમાં જાણવા મળે છે કે એક યુવક તેના વેડિંગના એક અઠવાડિયા પહેલાં ઇસ્તંબુલમાં ઑફિસથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે ટેરરિસ્ટ અટૅકમાં માર્યો ગયો હતો. તેની મંગેતરનો વેડિંગ-ડ્રેસ અહીં રજૂ કરવામાં આવ્યો છે.

એ સિવાય અહીં એક કુહાડી જોવા મળે છે, જેની સ્ટોરી એવી છે કે એક લવરને ખબર પડી કે તેની ગર્લફ્રેન્ડ તેની સાથે વિશ્વાસઘાત કરી રહી છે અને તે તેના નવા પાર્ટનર સાથે હૉલિડે પર છે ત્યારે આ કુહાડીથી તેણે તેની ગર્લફ્રેન્ડના ઘરનું ફર્નિચર તોડી નાખ્યું હતું.

આ મ્યુઝિયમમાં મોટા ભાગે લવર્સ દ્વારા એકબીજાને આપવામાં આવતી ટેડી બેઅર્સ જેવી ક્લાસિક ગિફ્ટ્સ છે. એક્સ-લવર્સ અને આર્ટિસ્ટ્સ ઓલિન્કા વિસ્ટિકા અને ડ્રઝેન ગ્રુબિસિકે આ મ્યુઝિયમ સ્થાપ્યું છે.

offbeat news croatia international news