દીપડો પકડવા માટે બાંધેલી બકરી ચોરાઈ ગઈ, પણ દીપડો ન પકડાયો

28 September, 2024 03:14 PM IST  |  Bijnor | Gujarati Mid-day Correspondent

વન વિભાગે હવે દીપડાને પકડવાની સાથે-સાથે ચોરને પકડવા માટે પોલીસની મદદ લીધી છે. 

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય AI

ઉત્તર પ્રદેશના બિજનૌરમાં હમણાંથી દીપડાનો ત્રાસ વધી ગયો છે. લોકો એટલા બધા ગભરાઈ ગયા છે કે ઘરની બહાર પણ નીકળતા નથી, કારણ કે દીપડાે ગામમાં, રસ્તા પર ફરવા માંડ્યો હતો. વન વિભાગે દીપડાને પકડવા માટે અભિયાન શરૂ કર્યું અને રામબાગ કૉલોની, પિલાના, અફઝલગઢ અને ચાંદપુર સહિત ૫૦થી વધુ ગામમાં પાંજરાં મૂક્યાં હતાં અને પાંજરામાં આવવા દીપડાે લલચાય એટલે બકરીઓ બાંધી હતી. જોકે દીપડાે આવે એ પહેલાં ચોર બકરીઓ ચોરીને ભાગી ગયા. પછી ગામના લોકોએ પૈસા ભેગા કરીને નવી બકરી ખરીદીને બાંધી તો ચોર એ બકરી પણ લઈ ગયા. આવું એકાદ ગામમાં નહીં, મોટા ભાગનાં ગામડામાં થયું છે. વન વિભાગે હવે દીપડાને પકડવાની સાથે-સાથે ચોરને પકડવા માટે પોલીસની મદદ લીધી છે. 

wildlife Crime News uttar pradesh offbeat news national news