22 May, 2024 09:47 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
કાઇલ નામના તમામ એજ-ગ્રુપના ૭૦૬ લોકો ભેગા થયા હતા
આપણી આસપાસ કેટલાંક નામ અત્યંત કૉમન કે લોકપ્રિય હોય છે. જો એક જ નામના બહુ બધા લોકો ભેગા થાય તો વર્લ્ડ રેકૉર્ડ બની શકે. આવો જ પ્રયત્ન ટેક્સસના કાઇલ શહેરમાં થયો હતો જ્યાં કાઇલ નામના તમામ એજ-ગ્રુપના ૭૦૬ લોકો ભેગા થયા હતા. જોકે સંખ્યા ઓછી પડતાં કાઇલ નામ વર્લ્ડ રેકૉર્ડ બનાવી શક્યું નહોતું. રસપ્રદ વાત એ છે કે કાઇલ શહેરમાં છેલ્લાં પાંચ વર્ષથી ‘કાઇલ’ નામના વધુ ને વધુ લોકો ભેગા થઈને વર્લ્ડ રેકૉર્ડ બનાવે એવો પ્રયત્ન થઈ રહ્યો છે, પણ હજી સુધી તેમને સફળતા મળી નથી. ગયા વર્ષે આ સંખ્યા ૧૪૯૦ હતી. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ અનુસાર હાલમાં આ રેકૉર્ડ બોસ્નિયાના એક શહેરના નામે છે જ્યાં ૨૦૧૭માં ઇવાન નામના ૨૩૨૫ લોકો ભેગા થયા હતા. એક રિપોર્ટ અનુસાર પૉપ્યુલર નામના લિસ્ટમાં ઇવાન ૧૫૩મા ક્રમે અને કાઇલ ૪૧૬મા ક્રમે છે.