13 January, 2025 02:03 PM IST | Rome | Gujarati Mid-day Correspondent
ક્રાન્તિકુમાર પાનીકેરા
ઇટલીમાં યોજાયેલા ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સના શોમાં તેલંગણના ડ્રિલમૅન એટલે કે ક્રાન્તિકુમાર પાનીકેરાએ જોતાં જ કમકમાં આવી જાય એવો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. થોડા સમય પહેલાં આ ભાઈએ ફુલ સ્પીડમાં ફરતા ૫૭ પંખાની બ્લેડને પોતાની જીભથી રોકવાનો રેકૉર્ડ બનાવ્યો હતો. હવે તેણે બીજો રેકૉર્ડ બનાવ્યો છે જેમાં તેણે હથોડીથી લાંબા બાવીસ ખીલા નાકમાં ઠોકવાનું કામ કર્યું હતું. એક મિનિટમાં બાવીસ ખીલા તેણે નાકમાં ઠોક્યા. એક ખીલો અંદર જતો રહે એ પછી એને કાઢીને એની જગ્યાએ બીજો ખીલો અંદર ઠોકવાનો. એમ વન બાય વન બાવીસ ખીલા ૧ મિનિટમાં નાકમાં ઠોકી દીધા હતા.