28 April, 2023 02:20 PM IST | Mogadishu | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
સોમાલિયામાં એક મહિલા ઘરમાં આરામ કરી રહી હતી ત્યારે એક ગોળી તેની ક્લિટોરિસમાં વાગી હતી, જેમાં તેણે ઇમર્જન્સી સર્જરી કરાવવી પડી હતી. ૨૪ વર્ષની યુવતી ઘરે આરામ કરી રહી હતી ત્યારે અચાનક તેને ગોળી વાગી હતી. મહિલાને તરત હૉસ્પિટલ લઈ જવાઈ હતી, જ્યાં સીટી સ્કૅન કરાવતાં જાણવા મળ્યું કે ગોળી તેના ક્લિટોરિસમાં વાગી હતી. આ પ્રકારનો આ પ્રથમ કેસ હતો. ગોળીની ઝડપ ઓછી હોવાથી યુવતીને વધુ નુકસાન નહોતું થયું. સર્જરીના બીજા દિવસે તેને રજા આપી દેવામાં આવી હતી. એક મહિના બાદ યુવતી પાછી આવી ત્યારે ડૉક્ટરોએ તેને કોઈ પણ જાતની તકલીફ ન હોવાનું જણાવ્યું હતું. સુદાન જેવા યુદ્ધ ક્ષેત્રની નજીકના વિસ્તારોમાં આ પ્રકારની ઈજા જોવા મળે છે. ગોળીની ઝડપ ઓછી હોવાથી ઈજા ઓછી થઈ હતી.