25 March, 2025 06:58 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
સામન્થા રૅમ્સડેલ
અમેરિકાના મેન શહેરમાં રહેતી સામન્થા રૅમ્સડેલ નામની એક યુવતીની તસવીરો આજકાલ સોશ્યલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહી છે. એમાં બહેન શૅમ્પેનની બૉટલનું બૉટમ મોંમાં ભરીને ઊભી રહી શકે છે. ૩૪ વર્ષની આ કન્યાનું મોં પહોળું થાય ત્યારે એની લંબાઈ ૬.૫૩ સેન્ટિમીટર અને પહોળાઈ ૧૦.૩૩ સેન્ટિમીટર જેટલી ખૂલી શકે છે. આ માટે તેણે ૨૦૨૨માં વિશ્વની સૌથી પહોળા મોંવાળી મહિલાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ પણ પોતાના નામે કર્યો છે. સામન્થા પોતાના પહોળા મોંમાં જાતજાતની ચીજો ખોસીને લોકોને અચંબિત કરતાં કારનામાં કરતી રહે છે. ક્યારેક તે આખું સફરજન કે મોટું બર્ગર મોંમાં ખોસીને ફોટો પડાવે છે. હાલમાં તે ઇટલીના ફ્લૉરેન્સ શહેરમાં ફરવા નીકળેલી ત્યારે શૅમ્પેનની બૉટલ સાથે સ્ટન્ટ કર્યો હતો. આ સ્ટન્ટ જોઈને લોકોએ તેને ક્વીન ઑફ માઉથનો ખિતાબ આપ્યો હતો.