ઉત્તર પ્રદેશમાં ફૅમિલી પ્લાનિંગ માટે ‘સાસ, બેટા અને બહૂ’ સંમેલન શરૂ થશે

16 June, 2024 11:11 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પૉપ્યુલેશન સ્ટૅબિલાઇઝેશન પ્રોગ્રામ શરૂ કરવાના છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ઉત્તર પ્રદેશમાં વધતી જતી વસ્તીને નિયંત્રણમાં લાવવા માટે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પૉપ્યુલેશન સ્ટૅબિલાઇઝેશન પ્રોગ્રામ શરૂ કરવાના છે. આ કાર્યક્રમમાં ‘સારથિ વાહન’ અને ‘સાસ, બેટા-બહૂ સંમેલન’ થશે. ૨૭ જૂનથી ૧૦ જુલાઈ દરમ્યાન યોજાનારા આ કાર્યક્રમમાં ફૅમિલી પ્લાનિંગનું મહત્ત્વ સમજાવવાના જાગૃતિ કાર્યક્રમો થશે. એ પછી ૧૧ જુલાઈથી ૨૪ જુલાઈ દરમ્યાન જે લોકો ફૅમિલી પ્લાનિંગ કરવા માગતા હોય તેમને એ સમજાવવામાં આવશે કે દરેક હેલ્થ સેન્ટર પર આ માટે કેવી-કેવી મેથડના વિકલ્પ છે. ૧૧ જુલાઈએ વર્લ્ડ પૉપ્યુલેશન ડે છે અને એ દરમ્યાન વસ્તીવધારા પર નિયંત્રણ આવે અને પરિવારના વેલ્ફેર માટેના કાર્યક્રમને વેગ મળે એ માટે પ્રિન્સિપલ સેક્રેટરી ઑફ મેડિકલ, હેલ્થ અને ફૅમિલી વેલ્ફેર દ્વારા જરૂરી માર્ગદર્શિકા આપતો પત્ર બહાર પાડ્યો છે.

offbeat news life masala yogi adityanath