19 May, 2026 11:30 AM IST | Guwahati | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
આસામના માનસ નૅશનલ પાર્કમાં વીફરેલા ગેંડાનો રૂંવાડાં ખડાં કરી દે એવો વિડિયો સામે આવ્યો છે. વિડિયોમાં બેકાબૂ થયેલો ગેંડો જંગલ સફારીમાં ઓપન જીપમાં બેસીને આવેલા સહેલાણીઓ પર હુમલો કરતો જણાય છે. ગેંડો શિંગડું જીપમાં ભરાવીને એને પલટી નાખવા માટે જબરજસ્ત પ્રયત્ન કરી રહ્યો છે. પર્યટકોનું કહેવું છે કે ગેંડો પહેલાં એકદમ શાંત ઊભો હતો. પર્યટકો પણ એને જોઈને ખૂબ ઉત્સાહમાં આવી ગયા હતા. લોકો એની તસવીરો લેવા લાગ્યા, પરંતુ અચાનક જ ગેંડાનું વર્તન બદલાઈ ગયું. એ દોડીને જીપ પાસે આવ્યો અને શિંગડું જીપમાં ભરાવીને એને ઊંચી કરી નાખી. એક વાર નહીં, વારંવાર આવું કરવા લાગ્યો. એવામાં ડ્રાઇવરે ચાલાકી દાખવીને જીપને ધીમે-ધીમે ગેંડાથી દૂર લઈ ગયો અને પછી જીપ ભગાવી મૂકી.