17 September, 2023 08:35 AM IST | New York | Gujarati Mid-day Correspondent
ડાયનાનું આઇકૉનિક બ્લૅકશીપ સ્વેટર
ન્યુ યૉર્ક ફૅશન વીક દરમ્યાન ગુરુવારે સૉધબી કંપની દ્વારા પ્રિન્સેસ ડાયનાનો ડ્રેસ ૧.૧ મિલ્યન ડૉલર (૮.૨૯ કરોડ રૂપિયા)માં વેચાયો હતો, જે સ્વર્ગસ્થ પ્રિન્સેસ ઑફ વેલ્સે પહેરેલા ડ્રેસ માટે હરાજીમાં ચૂકવવામાં આવેલી સૌથી વધુ કિંમત હતી. સૉધબી પ્રેસ રિલીઝ પ્રમાણે હરાજીમાં છેલ્લી કિંમત ૧.૧૪૩ મિલ્યન ડૉલર હતી, જેની શરૂઆત ૧૫ મિનિટ પહેલાં ૧૯૦,૦૦૦ ડૉલરમાં કરાઈ હતી. આ ડ્રેસે ડાયનાના ઍડલ્સ્ટેઇન ઓબેરગીન ઇવનિંગ ગાઉન દ્વારા સેટ કરાયેલો રેકૉર્ડ તોડ્યો હતો, જેણે એક ફૅશનનો ઇતિહાસ રચ્યો હતો, જ્યારે એ ૬,૦૪,૮૦૦ ડૉલર (૫.૦૨ કરોડ રૂપિયા)માં વેચાયો હતો. આ ડ્રેસ ડાયના માટે ૧૮૯૮માં અને સૉધબીના ઑક્શનમાં પાંચ વખત રાખવામાં આવ્યો હતો. વૉર્મ ઍન્ડ વન્ડરફુલના કો-ફાઉન્ડર સેલી મુઇર જણાવે છે કે તે તેની ડિઝાઇનિંગ પાર્ટનર જોઆના ઓસબોર્ન સાથે હતી ત્યારે આ સમાચાર મળ્યા હતા.
સૉધબી દ્વારા જૂનમાં આ આઇકૉનિક સ્વેટરની હરાજી માટેની જાહેરાત કરવામાં આવી હતી. જૂન ૧૯૮૧માં પ્રિન્સ ચાર્લ્સની પોલો મૅચ જોવા માટે પ્રિન્સેસ ડાયનાએ ૧૯ વર્ષની ઉંમરે આ સ્વેટર બ્લુ જીન્સ સાથે પહેર્યું હતું. એના એક મહિના પહેલાં જ લંડનના સેન્ટ પોલ્સ કૅથીડ્રલમાં તેમનાં રૉયલ વેડિંગ યોજાયાં હતાં. ફૅશન સ્ટેટમેન્ટ બનાવનાર બ્રિટિશ નીટવેર બ્રૅન્ડ વૉર્મ ઍન્ડ વન્ડરફુલના એક ડિઝાઇનર દ્વારા ૪૦ વર્ષ પછી સ્ટોરેજમાં આ વસ્તુ મળી આવી હતી.
ડાયનાએ સૌપ્રથમ એ ડિઝાઇન પહેરી એ પછી તરત જ મુઇર અને ઓસબોર્નને બકિંગહૅમ પૅલેસ તરફથી એક પત્ર મળ્યો હતો, જેમાં જણાવાયું હતું કે ડાયનાએ સ્વેટરને નુકસાન પહોંચાડ્યું હતું અને પછી પૂછ્યું હતું કે શું એને રિપેર કરી શકાય કે બદલી શકાય? ત્યારે એક નવું કપડું મોકલવામાં આવ્યું હતું, પણ આ ક્ષતિગ્રસ્ત વસ્તુ રહી ગઈ હતી.