બૉબી બન્યો ૩૦ વર્ષનો સૌથી વૃદ્ધ ડૉગ

03 February, 2023 12:19 PM IST  |  Lisbon | Gujarati Mid-day Correspondent

લેઇરા જિલ્લામાં રહેતો રાફેરો દો એલેન્ટેજો બ્રીડના આ ડૉગની ઉંમર ૩૦ વર્ષ ૨૬૭ દિવસ છે

બૉબી

પોર્ટુગલનો બૉબી નામનો ફાર્મ ડૉગ વિશ્વની સૌથી વધુ વય ધરાવતો ડૉગ બન્યો છે. લેઇરા જિલ્લામાં રહેતો રાફેરો દો એલેન્ટેજો બ્રીડના આ ડૉગની ઉંમર ૩૦ વર્ષ ૨૬૭ દિવસ છે. એના વર્લ્ડ રેકૉર્ડને પહેલી ફેબ્રુઆરીએ માન્યતા આપવામાં આવી છે. બૉબી એક પરિવાર દ્વારા સંચાલિત ખેતરમાં રહે છે. એનો જન્મ કૉન્કવિરોસ ગામમાં થયો હતો. ઉંમર થઈ ગઈ હોવા છતાં મિલનસાર ડૉગ હજી પણ પરિવારની ચાર બિલાડીઓ સાથે રમે છે. પરિવારના સભ્યોના મતે એ ગામડામાં તેમ જ પ્રકૃતિથી ઘેરાયેલા વિસ્તારમાં રહ્યો હોવાથી આટલું લાંબું જીવી શક્યો છે. એના પરિવારના લોકો જે ખોરાક ખાય છે એ જ ખોરાક ડૉગી પણ ખાય છે, પરંતુ એમાંના મસાલા દૂર કરવા માટે એના ખોરાકને પાણીમાં પલાળી રાખવામાં આવે છે. બૉબીના માલિક કૉસ્ટાને આશા છે કે એ હજી પણ પપ્પા બની શકે છે. સામાન્ય રીતે આ જાતિના ડૉગનું આયુષ્ય એટલું વધુ નથી હોતું. ૨૦૧૮માં બૉબી એક વખત બહુ બીમાર પડ્યો હતો, પરંતુ પાછો સાજો થઈ ગયો હતો. ૧૯૯૨માં બૉબીના જન્મની નોંધણી લિરિયા નગરપાલિકાની વેટરનરી મેડિકલ સર્વિસમાં કરવામાં આવી હતી. ૨૦૨૨ની ૭ ડિસેમ્બરે ઓહિયાના રેકૉર્ડ મુજબ અગાઉ સૌથી વધુ વયના જીવતા ડૉગનો રેકૉર્ડ સ્પાઇકનો હતો જે ૨૩ વર્ષ ૭ દિવસનો હતો. અગાઉ સૌથી વધુ વયનો રેકૉર્ડ ઑસ્ટ્રેલિયાના ડૉગ બ્લુનો હતો, જે ૧૯૩૯માં મૃત્યુ પામ્યો એ પહેલાં ૨૯ વર્ષ જીવ્યો હતો.

offbeat news guinness book of world records portugal international news