પિતાને દીકરીની એટલીબધી ચિંતા થઈ કે માથા પર જ CCTV કૅમેરા મૂકી દીધો

09 September, 2024 03:18 PM IST  |  Karachi | Gujarati Mid-day Correspondent

યુવતીએ એવું પણ કહ્યું કે કરાચીમાં મહિલાઓ-યુવતીઓ પર અવારનવાર હુમલા થયા કરે છે અને એના પુરાવા ન હોવાને કારણે ન્યાય મળતો નથી એટલે આ રસ્તો અપનાવ્યો છે.

પિતાને દીકરીની એટલીબધી ચિંતા થઈ કે માથા પર જ CCTV કૅમેરા મૂકી દીધો

પાકિસ્તાનમાં એક પિતાને પુત્રીની અનહદ ચિંતા થતાં તેના માથા પર જ CCTV કૅમેરા મુકાવી દીધા છે. આ કૅમેરાથી પિતા પુત્રી પર નજર રાખે છે. પાકિસ્તાનની પરિસ્થિતિ અને આર્થિક સંકટની તો ખબર જ છે પણ ત્યાં મહિલાઓની સુરક્ષાનો મુદ્દો પણ વણસેલો છે. પાકિસ્તાનમાં દીકરીઓ સુરક્ષિત નથી એવું લોકો માને છે પરંતુ કરાચીના આ પિતાએ તો હદ જ કરી નાખી. તેમણે દીકરીના માથે CCTV કૅમેરા મુકાવી દીધો છે. યુવતી કહે છે કે તેના પિતા કૅમેરાથી તે સહીસલામત છે કે નહીં એનું ધ્યાન રાખે છે. યુવતીએ એવું પણ કહ્યું કે કરાચીમાં મહિલાઓ-યુવતીઓ પર અવારનવાર હુમલા થયા કરે છે અને એના પુરાવા ન હોવાને કારણે ન્યાય મળતો નથી એટલે આ રસ્તો અપનાવ્યો છે.

offbeat news pakistan karachi international news jihad