14 June, 2024 02:27 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
ઑફિશ્યલી ફિશ
ડૅનિયોનેલા સેરેબ્રમ નામની પ્રજાતિની માછલીઓ ૧૯૮૦ના દાયકામાં વૈજ્ઞાનિકોને મળી આવેલી, પરંતુ ૨૦૨૧માં આ પ્રજાતિને ઑફિશ્યલી ફિશ પ્રજાતિ તરીકે ઓળખવામાં આવી હતી. આ માછલીઓનું કદ એટલું નાનું છે કે એ પાણીમાં કોઈ ખૂણે તરતી હોય તો નજરે પણ ન ચડે, પરંતુ અવાજ કરે ત્યારે એ એટલો લાઉડ હોય છે જાણે જેટ એન્જિનની ઘરઘરાટી થઈ રહી હોય. ૧૨ મિલીમીટર જેટલી લંબાઈ એટલે કે માણસના નખ કે એક વેઢા જેટલી સાઇઝની આ માછલીનો લાઉડેસ્ટ સાઉન્ડ ૧૪૦ ડેસિબલ જેટલો નોંધાયો છે. જર્મનીના સેન્કન્બર્ગ નૅચરલ હિસ્ટરી કલેક્શનના માછલીઓના નિષ્ણાત ડૉ. રાલ્ફ બ્રિટ્સનું કહેવું છે કે જ્યારે આ માછલીને કોઈ થ્રેટ ફીલ થાય ત્યારે એ એટલો જોરથી અવાજ કરે છે જાણે ૧૦૦ મીટરના અંતરેથી કોઈ જેટ એન્જિન ટેક-ઑફ કરતું હોય.
સામાન્ય રીતે માછલીઓ ખૂબ શાંત ક્રીએચર ગણાતી હોય છે, પણ આ સૌથી લાઉડેસ્ટ ફિશ છે. અલબત્ત, જળચર પ્રાણીઓમાં લાઉડેસ્ટ ક્રીએચર એક ખાસ પ્રકારના જિંગા હોય છે જેનો અવાજ ૨૫૦ ડેસિબલ જેટલો લાઉડ હોય છે.