10 May, 2021 10:00 AM IST | Romania | Gujarati Mid-day Correspondent
એ.એફ.પી.
રોમાનિયામાં બુખારેસ્ટ નજીકના બ્રેન નામના ગામમાં કોવિડવિરોધી રસી લેવા લોકોને પ્રેરિત કરતું બૅનર. એમાં ‘વૅક્સિન લેતાં કોને ડર લાગી રહ્યો છે, બોલો?’ એવા અર્થમાં લોકોને સમજાવવાની સાથે આ બોર્ડમાં દાયકાઓ જૂના લોહીતરસ્યા ‘ડ્રૅક્યુલા’ નામના ખોફનાક પાત્રના ખૂની હાથ જેવા હાથની આંગળીઓમાં સિરિન્જ પકડાવીને નાગરિકોને રસી લેવાથી ન ડરવાની સૂચના પણ આપવામાં આવી છે. વધુ ને વધુ લોકોને આ ગામમાં વૅક્સિન લેવાની સલાહ અપાઈ રહી છે. આ ગામના ‘બ્રેન કૅસલ’ પરથી જ બ્રેમ સ્ટૉકરને ‘ડ્રૅક્યુલા કૅસલ’ માટેની પ્રેરણા મળી હોવાનું મનાય છે.