૧૫ વર્ષની છોકરી ત્રીજી વાર ભાગી ગઈ, આ વખતે તો ૧૨ વર્ષના છોકરાને પણ સાથે ભગાડી ગઈ

12 October, 2024 01:20 PM IST  |  Noida | Gujarati Mid-day Correspondent

દીકરી વારંવાર ભાગી જતી હતી એટલે પરિવાર ગામ છોડીને બીજે જતો રહેવાનું વિચારતો હતો ત્યાં જ આ છોકરી ત્રીજી વાર ભાગી ગઈ છે

પ્રતીકાત્મક તસવીર

નોએડા સેક્ટર ૫૮માં આવેલા બિશનપુરા ગામમાં એક માતાપિતા રડતાં-રડતાં પોલીસ-સ્ટેશન પહોંચ્યાં હતાં. પોલીસને કહ્યું કે તેમની ૧૫ વર્ષની દીકરી ઘર છોડીને ભાગી ગઈ છે અને ૧૨ વર્ષના છોકરાને ભગાડી ગઈ છે. એ વાત સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. કિશોરીના પિતાએ પોલીસને કહ્યું કે તેમને બે દીકરી છે એમાં ૧૫ વર્ષની મોટી છે અને ૧૨ વર્ષની નાની દીકરી છે. પરિવાર ૪ વર્ષ પહેલાં બિહારના દરભંગાથી અહીં આવ્યો હતો. પતિ-પત્ની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમની દીકરી પહેલાં પણ બે વાર ભાગી ગઈ હતી. દીકરી વારંવાર ભાગી જતી હતી એટલે પરિવાર ગામ છોડીને બીજે જતો રહેવાનું વિચારતો હતો ત્યાં જ આ છોકરી ત્રીજી વાર ભાગી ગઈ છે. પોલીસે બન્નેને શોધવા તપાસ શરૂ કરી છે.

noida new delhi delhi police offbeat news national news