અજબ ગજબ: ટૂ-વ્હીલર ચલાવતી વખતે ખિસ્સામાં રાખેલો ફોન ફાટતાં માણસે જીવ ગુમાવ્યો

23 July, 2024 03:06 PM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

રજીની અને તેનો મિત્ર પંડી મદુરાઈથી ટૂ-વ્હીલર પર પરમક્કુડી જઈ રહ્યા હતા

ફોન ફાટતાં માણસે જીવ ગુમાવ્યો

ટૂ-વ્હીલર ચલાવતી વખતે ખિસ્સામાં રાખેલો ફોન ફાટતાં માણસે જીવ ગુમાવ્યો

તામિલનાડુના પરમક્કુડી ટાઉન પાસે રજીની નામના ૩૬ વર્ષના યુવકનું મોબાઇલ ફાટવાને કારણે આકસ્મિક મૃત્યુ થયું હતું. રજીની અને તેનો મિત્ર પંડી મદુરાઈથી ટૂ-વ્હીલર પર પરમક્કુડી જઈ રહ્યા હતા ત્યારે અચાનક ખિસ્સામાં રાખેલો સેલફોન ફાટતાં તે પડી ગયો હતો અને ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો. જોકે તેનો મિત્ર ઘાયલ થયો હતો, પણ તેનો જીવ બચી ગયો હતો.

ગ્રેટ વાઇટ શાર્ક થીમની શૉપ ખૂલી અમેરિકામાં

અમેરિકામાં ધ ગ્રેટ વાઇટ શાર્કની લોકપ્રિયતા દિનપ્રતિદિન વધતી ચાલી છે ત્યારે ટૂરિઝમ માટે પણ વાઇટ શાર્ક અને એને લગતાં સ્મૃતિચિહ્‍નો વેચતી દુકાન ખૂલી છે. અનોખા થીમની આ શૉપના એન્ટ્રન્સમાં જ શાર્ક મોઢું ફાડીને ઊભી હોય એવો જાયન્ટ દરવાજો છે. દીવાલો પર શાર્કના દાંત દેખાતા હોય એવું વાઇટ શાર્કનું મોઢું છે. આ જ થીમનાં કપડાં, ઍક્સેસરીઝ અને સ્મૃતિચિહ્‍નો અહીં મળે છે. 

પ્લાસ્ટિકની બૉટલ નાખો એટલે આ મશીનમાંથી ડૉગ-ફૂડ નીકળે છે

ઇસ્તંબુલમાં એક અનોખું વેન્ડિંગ મશીન ઇન્સ્ટૉલ કરવામાં આવ્યું છે. આ મશીન પ્લાસ્ટિકની બૉટલ્સને રીસાઇકલ કરવાનું પ્રોત્સાહન આપી રહી છે. એમાં પ્લાસ્ટિકની બૉટલ નાખો એટલે એમાંથી ડૉગ-ફૂડ નીકળે છે. પેટીએમના ફાઉન્ડર વિજય શેખર શર્માએ આ વિડિયો ‘ઍક્સ’ પર શૅર કરીને લખ્યું છે, ‘ગાઝિયાબાદમાં એક મહિલા સેંકડો સ્ટ્રે ડૉગ્સને ખાવાનું ખવડાવે છે. જો આવી સિસ્ટમ આપણે ત્યાં લગાવવામાં આવે તો તેને ઘણો ફાયદો થાય.’ રીસાઇક્લિંગની સાથોસાથ ઍનિમલ્સને ખાવાનું પણ મળી રહે તો એનાથી બેવડું સામાજિક કાર્ય થાય છે. 

હેં!? ચીનના ગુઓ ચોન્ગઝી નામના ૭૦ વર્ષના બિઝનેસમૅનને ૨૦૦૦ની સાલમાં ફાઇનૅન્શિયલ લૉસ થતાં ફૅક્ટરી બંધ કરી દેવી પડી હતી અને કર્મચારીઓને છૂટા કરી દેવા પડેલા. જોકે તેમની પ્રૉપર્ટીના બદલામાં ૨૦૧૮માં તેમને ૯ કરોડનું વળતર મળતાં ગુઓભાઈએ એ રૂપિયા તેના ૨૪ વર્ષ પહેલાં છૂટા કરી દીધેલા ૪૦૦ જૂના કર્મચારીઓમાં વહેંચી દીધા.

ખબર છે તમને? માઇક્રોસૉફ્ટના ગ્લોબલ આઉટેજને કારણે દુનિયાભરના દેશોમાં એની અસર જોવા મળી હતી. એ વાતના થોડા દિવસ બાદ દુનિયાની સૌથી મોટી કંપનીમાંની એક ગૂગલનું યુટ્યુબ પણ ડાઉન થઈ ગયું હતું. ગઈ કાલે યુટ્યુબ પર વિડિયો અપલોડ નહોતા થઈ રહ્યા અને જે લોકોના થઈ રહ્યા હતા એ ફીડમાં જોવા નહોતા મળી રહ્યા.

tamil nadu united states of america istanbul microsoft china offbeat news national news