19 May, 2026 11:38 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
રોડ પર જાતજાતના સ્ટન્ટ કરતા લોકો પોતાનો તો ઠીક, બીજા લોકોનો જીવ પણ જોખમમાં મૂકી દેતા હોય છે. એમ છતાં સોશ્યલ મીડિયામાં વાઇરલ થવાની ઘેલછા તેમને અતરંગી સ્ટન્ટ કરવા પ્રેરે છે. લખનઉમાં એક ભાઈ આવાં જ કારણોસર સ્કૂટર પર હાથ-પગ જોડીને ખતરનાક સ્ટન્ટ કરતા દેખાયા હતા. કોઈ જાગૃત નાગરિકે આ વિડિયો શૅર કરીને લખ્યું હતું કે ‘લખનઉના ગોમતીનગરમાં ફન મૉલની સામે આ ભાઈ પસાર થઈ રહ્યા હતા. ટૂ-વ્હીલર પર પલાંઠી મારીને આરામથી બેઠા છે. આવા લોકોનો કોઈ ઇલાજ થઈ શકે?’
ઇલેક્ટ્રિક સ્કૂટર પર જતો આ માણસ ભીડભાડ અને સારાએવા ટ્રાફિકની વચ્ચે સ્ટીઅરિંગ પરથી હાથ છોડીને આરામથી બેઠો હતો. કહેવામાં આવે છે કે તેણે સ્કૂટરને ક્રૂઝ કન્ટ્રોલ મોડ પર લગાવી દીધું હતું એને કારણે સ્કૂટર જાતે જ નિશ્ચિત ગતિથી ચાલી રહ્યું હતું.