08 May, 2022 08:41 AM IST | Orlando | Gujarati Mid-day Correspondent
ડિઝની વર્લ્ડના જર્ની ઑફ વૉટરની એક ઝલક
૨૦૧૬ની હિટ ફિલ્મના આધારે ડિઝની વર્લ્ડનો મોઆના થીમ વિસ્તાર જર્ની ઑફ વૉટર તરીકે ઓળખાશે. નવી કન્સેપ્ટ આર્ટમાં એપકોટ પાર્કની અંદર જર્ની ઑફ વૉટર ક્યાં હશે એ જણાવાયું છે.
ડાબી બાજુએથી પ્રવેશ કરતાં મુખ્ય વિસ્તાર તરફ આવતાં પહેલાં વાઇન્ડિંગ પાથ પર જવાનું હોય છે, જ્યાં લાકડાના સ્ટ્રક્ચર પરથી અસંખ્ય અદ્ભુત પાણીના ફુવારા જોઈ શકાય છે. વૉક-થ્રૂ અટ્રૅક્શનમાં ઇન્ટરઍક્ટિવ ફુવારા જોવા મળે છે, જે જળચક્ર દર્શાવવા ઉપરાંત કઈ રીતે વિશ્વ આ જળચક્ર પર નિર્ભર છે કે ટક્યું છે એ દર્શાવે છે. આ આકર્ષણને ‘લીશ એક્સ્પ્લોરેશન ટ્રેલ’ તરીકે વર્ણવતાં ડિઝનીએ ઍનિમેટેડ મ્યુઝિકલ મોઆના પર આધારિત ડિઝની પાર્કનું પ્રથમ આકર્ષણ ગણાવ્યું હતું.
ડિઝની વર્લ્ડનું માનવું છે કે જર્ની ઑફ વૉટર વધુ લોકોને અહીં આકર્ષશે. અહીં વિઝિટર્સને કુદરતી વૉટર સાઇકલનું કેવી રીતે રક્ષણ કરવું એની મનોરંજક તેમ જ આકર્ષક રીતે રમત-રમતમાં સમજ પૂરી પાડવામાં આવશે.