આ છે રિયલ લાઇફ જળપરી: સમુદ્રમાં ઑક્સિજન વિના માછલીની જેમ તરે છે

04 December, 2025 10:59 AM IST  |  Australia | Gujarati Mid-day Correspondent

તે પ્રોફેશનલ મર્મેઇડ એટલે કે માછલી છે. તે ૯ વર્ષની હતી ત્યારે તેણે એક ફિલ્મ જોયેલી જેમાં એક વ્યક્તિ પાણીમાં માછલીની જેમ તરી રહી હતી

હૅના ફ્રેસર

ઑસ્ટ્રેલિયાની ૫૧ વર્ષની હૅના ફ્રેસર નામની મહિલા જળપરી જેવું કામ કરે છે અને એ જ કામથી અઢળક પૈસા કમાય છે. તે પ્રોફેશનલ મર્મેઇડ એટલે કે માછલી છે. તે ૯ વર્ષની હતી ત્યારે તેણે એક ફિલ્મ જોયેલી જેમાં એક વ્યક્તિ પાણીમાં માછલીની જેમ તરી રહી હતી. એ જ વખતે તેણે નક્કી કરેલું કે તે પણ જળપરી બનશે. માની મદદથી એક પ્લાસ્ટિકની શીટ અને તકિયો બાંધીને તેણે પોતાના પગ બાંધીને માછલી જેવી પૂંછડી બનાવી અને સ્વિમિંગ-પૂલમાં પડીને તરવા લાગી. તેને બહુ જ ઓછી તાલીમની જરૂર પડી. તે માછલી જેવી પાંખો પગમાં લગાવીને એવી રીતે પાણીમાં તરે છે જાણે ખરેખર માછલી જ લાગે. તે ખાસ્સો સમય પાણીમાં ઑક્સિજન-માસ્ક વિના તરી શકે છે. એક વાર ડૂબકી મારે તો ૪ મિનિટ સુધી તે પાણીની અંદર ૫૦ ફુટ ઊંડે સુધી જઈને માછલી જેવાં કરતબો બતાવી શકે છે. આ જ તેનું પૅશન છે અને એ જ પ્રોફેશન.

offbeat news australia international news world news