આ ફોટોને અવૉર્ડ મળે? આપણી સંવેદનશીલતા છે ક્યાં?

30 March, 2024 03:26 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

આ ઘટનાની તસવીરને અમેરિકામાં ‘ફોટો ઑફ ધ યર’નો અવૉર્ડ મળ્યો છે

ફોટો ઑફ ધ યર

ગયા વર્ષે સાતમી ઑક્ટોબરે ઇઝરાયલ પર હમાસે હુમલો કર્યો અને એ પછી જે આતંક મચાવ્યો એની અનેક તસવીરો બહાર આવી હતી. હમાસના સૈનિકોએ ગાઝાના રસ્તાઓ પર એક જર્મન મહિલા ટૂરિસ્ટના લગભગ નગ્ન મૃત શરીરને પિક-અપ ટ્રકમાં સુવડાવીને પરેડ કરાવી હતી. આ ઘટનાની તસવીરને અમેરિકામાં ‘ફોટો ઑફ ધ યર’નો અવૉર્ડ મળ્યો છે. અલબત્ત, આ ફોટોને અત્યંત હૃદયદ્રાવક તસવીરોની કૅટેગરીમાં સિલેક્ટ કરવામાં આવ્યો હતો. એમ છતાં આ પ્રકારના ફોટોને આ પ્રકારે નવાજવામાં આવે એ વાત સોશ્યલ મીડિયા પર લોકોને ગળે ઊતરી નહોતી. અનેક લોકોએ સોશ્યલ મીડિયા ઍક્સ પર આ તસવીરને શ્રેષ્ઠ ગણવી એ  પત્રકારત્વ માટેની કાળી ક્ષણ ગણાવી હતી.

united states of america gaza strip hamas