13 January, 2023 01:28 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
આ ડૉગીએ કૂદીને બનાવ્યો વર્લ્ડ રેકૉર્ડ
સોશ્યલ મીડિયા પર ઍનિમલ્સના વિડિયો ખૂબ વાઇરલ થઈ જાય છે. અહીં આવા જ એક વાઇરલ વિડિયોની વાત કરવાની છે, જેમાં એક ડૉગી તેના માલિક સાથે દોરડા કૂદતો જોવા મળ્યો હતો. આ વિડિયોમાં જોવા મળતા આ ડૉગનું નામ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નોંધાયું છે.
આ પણ વાંચો : ૪ દિવસમાં ૭ ખંડનો પ્રવાસ કરીને બે ભારતીયોએ બનાવ્યો વર્લ્ડ રેકૉર્ડ
વિડિયોમાં જોવા મળતા ડૉગીનું નામ બાલુ કહેવામાં આવી રહ્યું છે, જેણે એના ઓનર વૉલ્ફગૅન્ગ લાઉનબર્ગર સાથે મળીને ૩૦ સેકન્ડમાં સૌથી વધુ સ્કીપિંગ કરવાનો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. આ વિડિયોમાં ડૉગ તેના પાછલા બે પગ પર પોતાના માલિક સાથે દોરડા કૂદતો જોવા મળ્યો હતો. વૉલ્ફગૅન્ગ લાઉનબર્ગર તેના ડૉગી બાલુ સાથે જર્મનીના સ્ટકેનબ્રોકમાં રહે છે.
ઇન્સ્ટાગ્રામ પર આ વિડિયોને ‘guinnessworldrecords’ પેજ પર શૅર કરવામાં આવ્યો છે. આ વિડિયોને શૅર કરતી વખતે કૅપ્શન અપાઈ છે, ‘૩૦ સેકન્ડમાં બે પગ પર ડૉગી અને એના ઓનર વૉલ્ફગૅન્ગ લાઉનબર્ગરે ૩૨ વખત દોરડા કૂદીને વર્લ્ડ રેકૉર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે.’