midday

કલર-બ્લાઇન્ડ કલાકારે સુનીતા વિલિયમ્સની પૃથ્વી પર વાપસી માટે બનાવ્યું અનોખું મિથિલા પેઇન્ટિંગ

21 March, 2025 02:02 PM IST  |  Bihar | Gujarati Mid-day Correspondent

તેમણે ટોક્યો ઑલિમ્પિક્સમાં ભારતીય ઍથ્લીટોને સન્માનવા માટે ઑલિમ્પિક થીમનું પેઇન્ટિંગ બનાવ્યું હતું.
સુંદર મિથિલા પેઇન્ટિંગ

સુંદર મિથિલા પેઇન્ટિંગ

ભારતીય મૂળનાં ઍસ્ટ્રોનૉટ સુનીતા વિલિયમ્સ અંતરીક્ષ યાત્રાના નવ મહિના બાદ પાછાં આવ્યાં એ ઘટનાથી અનેક ભારતીયોમાં હર્ષની લહેરખી છે. બિહારના મધુબની આર્ટના રંગઅંધ આટિસ્ટ કુંદનકુમાર રૉયે પણ પોતાની હર્ષની લાગણી સુંદર મિથિલા પેઇન્ટિંગ બનાવીને વ્યક્ત કરી છે. આ એક પેઇન્ટિંગ માત્ર નથી, એમાં અંતરીક્ષ યાત્રાની પ્રેરણાદાયી કહાની જીવંત કરવામાં આવી છે. આ ચિત્ર એટલા માટે પણ ખાસ છે કેમ કે એનું સર્જન કરનાર કલાકાર કુંદનકુમારને દુનિયા માત્ર બ્લૅક ઍન્ડ વાઇટમાં જ દેખાય છે. રંગબેરંગી અને બ્રાઇટ કલર્સ તેમને દેખાતા જ ન હોવા છતાં તેઓ મિથિલા આર્ટના અદ્ભુત કલાકાર છે. આ પહેલાં તેમણે ટોક્યો ઑલિમ્પિક્સમાં ભારતીય ઍથ્લીટોને સન્માનવા માટે ઑલિમ્પિક થીમનું પેઇન્ટિંગ બનાવ્યું હતું.

Whatsapp-channel
offbeat news sunita williams nasa international space station bihar