01 September, 2026 11:39 AM IST | Beijing | Gujarati Mid-day Correspondent
ચીનમાં હવે હૉસ્પિટલ, બૅન્ક, નાઇટક્લબ અને મેટ્રો-સ્ટેશનમાં પણ મૅરેજ-રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું
લગ્ન કરવા માટે ભારતમાં મંદિરમાં જવું પડે અને પછી એની નોંધણી માટે ફૅમિલી કોર્ટમાં. જોકે ચીનમાં હવે એવી કોઈ જરૂર નથી રહી. ચીનમાં લગ્ન કરનારા યુવાનોની સંખ્યા ઘટી રહી હોવાથી સરકાર યુવાનોને લગ્ન કરવા પ્રોત્સાહન આપવા માટે લગ્નની નોંધણીની પ્રક્રિયા ખૂબ સરળ અને ઈઝીલી અવેલેબલ બનાવવા માગે છે. આ જ કારણોસર મૅરેજ-રજિસ્ટ્રેશનની ફૅસિલિટી ચીનમાં બૅન્ક, ઍરપોર્ટ, હૉસ્પિટલ, મંદિર, મેટ્રો સ્ટેશન અને નાઇટક્લબમાં પણ શરૂ કરવામાં આવી છે. ટિયાનજિનમાં એક બૅન્ક મૅરેજ-રજિસ્ટ્રેશન સર્વિસ આપતી પહેલી બૅન્ક બની છે. ગ્વાંગઝુ ઍરપોર્ટ પર જાન્યુઆરી મહિનાથી લગ્નો નોંધાય છે. શાંઘાઈમાં તો નાઇટક્લબ, મેટ્રો-સ્ટેશન અને હૉસ્પટલમાં પણ લગ્નો થાય છે. ટૂંકમાં ચીનમાં સરકારી ઑફિસની બહાર ૫૦૦થી વધુ મૅરેજ-રજિસ્ટ્રેશન સેન્ટર ખૂલી ગયાં છે.