ઇટલીની કંપનીએ બનાવ્યું ધાણાની ઝૂડી જેવું પર્સ, કિંમત ૪ લાખ રૂપિયા

08 November, 2024 11:16 AM IST  |  Rome | Gujarati Mid-day Correspondent

ત્યાં આ બૅગને ‘સૅલરી’ જેવું પર્સ કહેવાય છે

લક્ઝરી બ્રૅન્ડ મોશિનોએ આ પર્સ લૉન્ચ કર્યું છે

ફૅશનના નામે રોજેરોજ નિતનવા પ્રયોગ થતા હોય છે. ઇટલીની લક્ઝરી બ્રૅન્ડ મોશિનોએ આવું જ એક પર્સ લૉન્ચ કર્યું છે. આપણે ત્યાં ધાણાની ઝૂડી મળતી હોય એવું પર્સ આ કંપનીએ બનાવ્યું છે. ત્યાં આ બૅગને ‘સૅલરી’ જેવું પર્સ કહેવાય છે. અજમાના છોડને અંગ્રેજીમાં ‘સૅલરી’ કહે છે. આ પર્સે જેવું આકર્ષણ જમાવ્યું છે એવી જ ચર્ચા એની કિંમતની પણ થાય છે, કારણ કે કંપનીએ એની કિંમત ૪ લાખ રૂપિયા રાખી છે.

italy offbeat news international news world news