✕

બાઇકને અઢેલીને ઊભેલા માણસ સાથે પૂરવેગે દોડતી કાર અથડાઈ, બાઇક લઈને જતી રહી, માણસ બચી ગયો

12 October, 2026 12:31 PM IST  |  Thoothukudi | Gujarati Mid-day Correspondent

ટક્કરને કારણે માણસ ઊછળ્યો અને જમીન પર બેસી પડ્યો

સીસીટીવીમાં કેદ થઈ ઘટના

તામિલનાડુના થુટ્ટુકુડી જિલ્લામાં પૂરપાટ વેગે જતી એક કારે ચાની દુકાનની બહાર ઊભેલી બાઇકને જબરદસ્ત ટક્કર મારી દીધી. એ ટક્કરને કારણે બાઇક એ કાર સાથે ઢસડાઈને ક્યાંય સુધી ખેંચાઈ ગઈ, પરંતુ બાઇકને અઢેલીને ઊભો રહેલો યુવાન બાઇકનો સહારો જતો રહેવાથી જમીન પર બેસી પડ્યો. ટક્કરને કારણે માણસ ઊછળ્યો અને જમીન પર બેસી પડ્યો. તેને એક ઘસરકો સુધ્ધાં ન પડ્યો. આ ઘટના એક મંદિર પાસે આવેલી ચાની હાટડી પાસે બની હતી અને નજીકના CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. 

tamil nadu offbeat news national news news viral videos accident road accident