13 January, 2023 12:47 PM IST | London | Gujarati Mid-day Correspondent
પ્રિન્સ હૅરીની ‘સ્પેર’ની બાજુમાં મૂકવામાં આવી બુક ‘હાઉ ટુ કિલ યૉર ફૅમિલી’
પ્રિન્સ હૅરી જ્યારથી તેની વાઇફ મેઘન મર્કલ સાથે અમેરિકા શિફ્ટ થયો છે ત્યારથી તેની ચર્ચા થઈ રહી છે. આ કપલ પર બ્રિટિશ રૉયલ ફૅમિલીને બદનામ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. વળી, હૅરીની બુક ‘સ્પેર’ના કેટલાક અંશો મીડિયામાં આવતાં એને લઈને પણ વિવાદ વધ્યો હતો. રૉયલ ફૅમિલી વિરુદ્ધ અત્યંત તિરસ્કાર અને કડવાશ યાદો લખવામાં આવી હોવાને કારણે હૅરીના બુકની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. હવે યુકેના એક બુક સ્ટોરે ડાયરેક્ટ કંઈ પણ કહ્યા વિના પ્રિન્સ હૅરી પર કટાક્ષ કર્યો હતો.
આ પણ વાંચો : મને કૉલરથી પકડ્યો, ચેઇન તોડી નાખી અને મને જમીન પર પછાડ્યો
ઇંગ્લૅન્ડના સ્વિનડનમાં આવેલા બર્ટ્સ બુક્સ નામના આ બુક સ્ટોરમાં પ્રિન્સ હૅરીની બુક ‘સ્પેર’ની બાજુમાં બેલ્લા મેકીની બુક ‘હાઉ ટુ કિલ યૉર ફૅમિલી’ મૂકવામાં આવી છે. આ સ્ટોરે આ બુક્સનો એક ફોટોગ્રાફ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આ સ્ટોરે એની સાથે કૅપ્શન આપી છે, ‘ઍની વે, અમારી પાસે ‘સ્પેર’ની કેટલીક સ્પેર કૉપી છે, જો તમે ઇચ્છતા હો તો.’