09 June, 2024 09:08 AM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent
પાણીપૂરીના કેટલાક રસિયાઓ
ભલે BJPએ ‘૪૦૦ પાર’નો નારો સાકાર ન કર્યો, પરંતુ સતત ત્રીજી વાર સરકાર બનાવી શકે એટલી સરસાઈ તો મેળવી જ. કાર્યકરોમાં આ ખુશી અલગ-અલગ જગ્યાએ પોતપોતાની રીતે ક્રીએટિવિટી વાપરીને વ્યક્ત થઈ. બિકાનેરમાં પાણીપૂરીના કેટલાક રસિયાઓએ વડા પ્રધાનની આ હૅટ-ટ્રિકને પાણીપૂરીથી ઊજવી હતી અને BJPનું સિમ્બૉલ કમળ રચ્યું હતું.
શું વાત કરો છો?
અત્યાર સુધી યુરિનમાં સ્મેલ આવતી હોય તો શુગર લેવલની તપાસ કરવાનું કહેવાતું હતું, પરંતુ યુરોપના નિષ્ણાતોનું કહેવું છે કે જો ઉચ્છ્વાસમાં ફ્રૂટી સ્મેલ આવતી હોય તો એ ડાયાબેટિક કીટોઍસિડોસિસની તકલીફને કારણે હોઈ શકે છે અને ટાઇપ-વન પ્રકારનો ડાયાબિટીઝ હોવાની સંભાવના સૂચવે છે.