12 January, 2023 12:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બ્રિટનના સ્ટોન-સર્કલનું રહસ્ય છતું થશે
બ્રિટનના ૫૦૦૦ વર્ષ જૂના પથ્થર વર્તુળ તરીકે જાણીતા વિસ્તારનું રહસ્ય છતું થશે. ધ એવબરી હૅન્ગ નામનું આ સ્થળ ઈસવીસન પૂર્વે ૨૮૫૦થી ૨૨૦૦ વર્ષ પહેલાંના ૧૦૦ વિશાળ ખડકોથી બનાવવામાં આવ્યું છે. કેટલાક પથ્થરોનું વજન ૪૦ ટન કરતાં વધારે છે, તો ૧૨થી ૧૮ ફુટ ઊંચા છે. આધુનિક ટેક્નિક વગર એને કેવી રીતે ખસેડ્યા હશે એવો પ્રશ્ન પણ ઘણાને થાય છે.
આ પણ વાંચો : હાયલા! છોકરા-છોકરીઓ પેન્ટ વગર જ ચઢ્યા ટ્રેનમાં, ભૂલવાની બિમારી કે પછી બીજું કંઈ?
ઇતિહાસકારો, પુરાતત્ત્વવિદોના મતે આ પથ્થરનો ઉપયોગ મૂર્તિપૂજા માટે થતો હતો. યુનિવર્સિટી ઑફ યાર્કના આર્કિયોલૉજી વિભાગના ડૉ. કોલિન મૉર્ગન ટૂંક સમયમાં આ કોયડાનો જવાબ આપશે. તેમણે આ વિશે ઘણું સંશોધન કર્યું છે, જેમાં એ સમયના લોકોએ કઈ રીતે આવાં વિશાળ સ્મારક બનાવ્યા હતાં એ જાણ્યું. આ સ્મારક જોવા આવતા લોકોને આ સ્મારક વિશે સવિસ્તર માહિતી આપવામાં આવશે. દર વર્ષે અહીં ૮ લાખ જેટલા પ્રવાસી આવે છે. ખરેખર આ સ્મારકનો હેતુ અજ્ઞાત છે. એવું પણ માનવામાં આવે છે કે આ વિસ્તારનો ઉપયોગ દફનસ્થળ તરીકે કરવામાં આવ્યો હતો.