04 February, 2026 02:51 PM IST | Japan | Gujarati Mid-day Correspondent
જપાનમાં ખૂલેલો નવો બાર
જપાનમાં એક નવો બાર બન્યો છે. આ બાર ખાસ એવા લોકો માટે બન્યો છે જે લોકો પોતાની નોકરીથી ખુશ નથી. તેઓ આ નોકરી ચેન્જ કરવાનું વિચારી રહ્યા છે અથવા તો બદલવાનો પ્લાન કરી ચૂક્યા છે. જો તમે નોકરી બદલવાના હો તો આ બારમાં ડ્રિન્ક્સ ફ્રી મળશે. બારનું નામ છે ‘તેનશોકુ સોદાન બાર’. મતલબ કે જૉબ-ચેન્જિંગ કન્સલ્ટેશન બાર. જપાનના યોકોહામા સ્ટેશન પાસે આવેલો આ બાર સામાન્ય નાઇટ-આઉટ માટેનું સ્થળ નથી. આ બાર તમારી કામની ચિંતાઓ અને કરીઅરને લગતા વિકલ્પો વિશે વાત કરવા માટેનું સ્થળ છે. એ માટે તમને મુક્ત અને આરામદાયક માહોલ પૂરો પાડવામાં આવે છે. અહીં બારટેન્ડર એ રિયલ બારટેન્ડર નહીં પરંતુ કરીઅર-કાઉન્સેલર હોય છે. આ કન્સલ્ટેશન પ્રાઇવેટ રૂમોમાં વન ઑન વન થતું હોય છે એટલે તમે મુક્ત મને તમારી કરીઅર અને પ્રોફેશનલ લાઇફની ચિંતાઓ વિશે વાત કરી શકો છો. બારમાં એક સેશન ૬૦થી ૯૦ મિનિટનું જ હોય છે. જોકે અહીં તમારે તમારી સાથે તમારો બાયોડેટા લાવવાની કે સૂટબૂટ પહેરીને આવવાની જરૂર નથી હોતી. તમે પોતે જેવા બની રહેવા માગો છો એવા જ અહીં શકો છો.