સૌથી લાંબું જીવનારું કબૂતર ૪૪ વર્ષનું થયું

06 April, 2026 02:38 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

શુગર નામનું આ કબૂતર ૭૭ વર્ષના ડ્વેન ઑરેન્ડરે પાળ્યું છે. અત્યાર સુધી સૌથી વધુ લાંબું જીવનાર કબૂતર ૨૦ વર્ષનું હતું

શુગર નામનું કબૂતર

અમેરિકાના મિસોરીમાં એક માણસ પાસે પાળેલું કબૂતર છે. એની ઉંમર ૪૪ વર્ષ અને ૭૨ દિવસની છે. આ ઉંમરે એને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન અપાવ્યું છે. શુગર નામનું આ કબૂતર ૭૭ વર્ષના ડ્વેન ઑરેન્ડરે પાળ્યું છે. અત્યાર સુધી સૌથી વધુ લાંબું જીવનાર કબૂતર ૨૦ વર્ષનું હતું. છેલ્લો રેકૉર્ડ પણ મેથુસેલા નામના જર્મન કબૂતરના નામે હતો. એ પાળેલા કબૂતરોના વિશ્વમાં ૨૦ વર્ષની ઉંમરે સૌથી લાંબું જીવેલા કબૂતરનો ખિતાબ પામેલું. જોકે ડ્વેનભાઈ પાસેના શુગર નામના આ કબૂતરે છેલ્લા રેકૉર્ડને લગભગ ૧૪ વર્ષ પાછળ છોડી દીધો છે. શુગર વર્ષોથી ડ્વેન પાસે જ રહ્યું છે. હકીકતમાં શુગરને ડ્વેનના પેરન્ટ્સે પાળ્યું હતું. એ વખતે તેની એક કમ્પેનિયન પણ હતી એનું નામ રોઝ હતું. જોકે ૧૯૯૬માં એ મૃત્યુ પામી. એ પછી એકલવાયા પડી ગયેલા શુગરને ટીવી જોવાની આદત પડી ગઈ છે. તે ડ્વેનના ખોળામાં ટીવી જોવા બેસી જાય છે. ડ્વેનનું કહેવું છે કે શુગરને મ્યુઝિક પણ બહુ ગમે છે. હવે ઘરડું થયું હોવા છતાં એને ગમતું મ્યુઝિક વાગે તો શુગર પગ અને પાંખ ફફડાવવા માંડે છે. 

offbeat news international news world news united states of america wildlife guinness book of world records