23 August, 2024 10:10 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
જુઓ નોટિસ
ગ્રેટર નોએડા-વેસ્ટમાં ગૌર સૌંદર્યમ્ નામની સોસાયટી છે. સોસાયટીના પરિસરમાં મંદિર છે એટલે રહેવાસીઓ અને આસપાસના લોકો દરરોજ મંદિરમાં પૂજા-અર્ચના માટે આવે છે. દરેક દર્શનાર્થી અચૂક ઘંટ વગાડે અને એને કારણે સોસાયટીના એક રહેવાસીને એ ઘોંઘાટ લાગ્યો. એ રહેવાસી નામે મુદિત બંસલે ઉત્તર પ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને મેઇલ કરીને ઘંટના ઘોંઘાટની ફરિયાદ કરી. બોર્ડની ટીમે સોસાયટીમાં આવીને ચકાસણી કરી ત્યારે એમાં મંદિરના ઘંટથી ૭૦ ડેસિબલનો અવાજ નોંધાયો. નિયમ એવો છે કે રહેણાક વિસ્તારમાં દિવસે પંચાવન અને રાતે ૪૫ ડેસિબલ સુધીનો જ અવાજ હોવો જોઈએ. એટલે બોર્ડે ઘંટને નક્કી કરેલા ડેસિબલ સુધીનો અવાજ આવે એ રીતે વગાડવાની નોટિસ આપી છે.