25 October, 2024 11:44 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
યમુના નદીના કિનારે દિલ્હી BJPએ અરવિંદ કેજરીવાલ અને આતિશી માર્લેના માટે મૂકેલી ખુરસીઓ
યમુના નદીનું પ્રદૂષણ ૨૦૨૫ સુધીમાં દૂર કરીને હું એમાં ડૂબકી લગાવીશ એવું ૨૦૨૦માં કહેનારા દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ હજી સુધી દેશના કરોડો વૈષ્ણવોના આસ્થાસ્થાન યમુના નદીને પ્રદૂષણમુક્ત ન કરી શક્યા હોવાથી એનો વિરોધ કરવા ગઈ કાલે ભારતીય જનતા પાર્ટી (BJP)ના દિલ્હીના પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ યમુનામાં ડૂબકી મારવા માટે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને મુખ્ય પ્રધાન આતિશી માર્લેનાને બોલાવ્યાં હતાં, પણ તેઓ આવ્યાં નહોતાં. એટલે BJPએ બન્નેના નામની ખુરસીઓ યમુના કિનારે ગોઠવી દીધી હતી.
દિલ્હી BJPના પ્રેસિડન્ટ વીરેન્દ્ર સચદેવાએ યમુનામાં ડૂબકી લગાવી હતી
એટલું જ નહીં, વીરેન્દ્ર સચદેવાએ પોતે યમુના નદીમાં ડૂબકી લગાવી હતી. જ્યારે તેમને બે ખુરસી શું કામ મૂકી છે એવું પૂછ્યું તો વીરેન્દ્ર સચદેવાએ કહ્યું હતું કે આ પ્રથા હાલના મુખ્ય પ્રધાને જ શરૂ કરી છે.